ગટર અને ગુલાલ

ગગમતાંનો કર્યો ગુલાલ…!

સૂરસાધના

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

      છી…છી… છી… આવી તે કાંઈ જુગલબંધી હોતી હશે?

      હા! મૈસુર  શહેરમાં રહેતો એકસઠ વર્ષનો સૈયદ ઈશાક હમણાં જ નજીકની  સુખી માણસોની સોસાયટીના બંગલાની ગટર સાફ કરીને ઘેર પાછો આવ્યો છે. એને ઘર કહેવું હોય તો કહેવાય. આમ તો એ રસ્તા પરની ઝુંપડી જ છે. કાથીના ખાટલા પર એ ‘હાહ’ ખાતો બેઠો છે. પણ એનો થાક તો ઝુંપડીની અંદર બેઠેલા માણસોને જોઈને ક્યારનો ય ઊતરી ગયો છે.

g1

      એની ઝુંપડીની ઓરડીમાં ચારે બાજુ દેશભક્તોના ચિત્રો લટકે છે. બાજુના એક ઘોડામાં થોડીક ચોપડીઓ, દૈનિક અખબારો અને સામાયિકો પડ્યાં છે. ચાર જણા નીચે બીછાવેલી જાજમ પર બેસીને ધ્યાનથી વાંચી રહ્યા છે. દિવાલ પરની એક માત્ર ટૂટલ ફૂટલ બારીમાંથી બાજુના ક્યારામાં ઈશાકે રોપેલા, ગુલાબના ચાર છોડની ઉપર લાલ અને ગુલાબી રંગનાં ગુલાબ હવાની લહેરખીઓ સાથે ઝૂલી રહ્યાં છે.

       આ દૃષ્યની કલ્પના ગંદું કામ કરતા ઈશાકને પાંચ વર્ષ…

View original post 589 more words

Advertisements

ધી રાઈઝ ઓફ શિવગામી (બાહુબલી સિરિઝ બુક-૧)

બુક નેઈમ: ધી રાઈઝ ઓફ શિવગામી ( બીફોર બિગેનીંગ)

લેખક : આનંદ નીલકંઠન

જ્યારથી બાહુબલી ફીલ્મ – ૧ જોઈ ત્યારથી જ રાજમાતા શીવગામીનુ પાત્ર ખૂબ જ દમદાર અને કથાના કેન્દ્રબીંદુ સમાન રજુ કરેલ હોઈ મને ત્યારથી જ એવુ ક્યાક લાગ્યુ કે ચોક્કસ આ પાત્રની કથાને અનુરૂપ કોઈ વિશેષ પૂર્વ ભૂમિકા હોવી જોઈએ, જે પર્દા પર ટૂંકમા જ નેરેટ કરેલ છે. પરંતુ રાજામૌલી સર દ્વારા જ્યારે આ બુક વિશે જાહેરાત કરવામાં આવી ત્યારે તો એવુ લાગ્યુ કે મારી જેમ બીજા ઘણા બધા લોકોને આ પાત્રનો ઈતિહાસ જાણવાની ઈચ્છા હશે કે આ બુક સિરિઝ રચાનાની શરૂવાત થઈ અને આ કામ પણ કોને સોંપાયુ? – ઐતિહાસિક નોવેલ લેખનમાં માસ્ટર એવા શ્રી આનંદ નીલકંઠન. આના વિશે રાજામૌલી સરે વિગતવાર માહિતી આપતા લખ્યુ છે કે તેઓ ઘણા સમયથી કોઈ એવા લેખકની શોધમાં હતા કે જે માહિષ્મતીના ઈતિહાસમાં જઈ ઘણીબધી વાર્તાઓ શોધી લાવે. અને એનો જવાબ એમને ‘અસૂર’ પુસ્તકના વાંચન બાદ મળતા જ નીલકંઠન ને વિચારો રજૂ કર્યા ત્યારબાદ સાજેદારી નુ પરિણામ એટલે આ રસપ્રદ પુસ્તક.

પુસ્તક વિશે વાત કરીએ તો, શરૂમાં જે રીતે પાત્ર પરીચય આપવામા આવ્યો તે વાંચીને અણસાર આવે કે કથામાં કોની ભૂમિકા દમદાર તથા અસરકારક નીવડી શકે. આગળ કથાના પ્રથમ પ્રકરણનુ વર્ણન બેસ્ટ કહી શકાય તેમ શબ્દ સ: શબ્દ તાદ્રશ થાય છે. વાર્તા જેમ જેમ આગળ વધે તેમ તેમ લેખકની કલ્પના શક્તિને જોવામા આપણી આંખો તો ઘણી કાચી પુરવાર થાય છે. માહિષ્મતી સામ્રાજ્યની નગર વ્યવસ્થા, રાજકારણ, ન્યાયતંત્ર, સામર્થ્ય, ષડયંત્રો, રાજ રમતો, ગુપ્ત શક્તિઓ, રાજદ્રોહી તથા રાજ શત્રુઓના રાજ્ય તંત્રી સાથેના સંબંધોનો ઘટનાક્રમ પ્રમાણે જે ક્રમાનુસાર અને અતિ ચોકસાઈ પૂર્વક રજુ કરેલ છે કે વાચક દરેક પ્રકરણનુ કાલ્પનીક દર્શન આપમેળે જ થઈ જાય છે. બુકના ક્લાઈમેક્સ ચેપ્ટર માટે કુડોઝ. જાણવાની ઈચ્છા થાય કે કેવા વાતાવરણમા એનુ લેખન થયુ હશે? ઉપસંહારમાં છેલ્લા વાક્યનો ટ્વીસ્ટ તો કોઈએ ના વિચાર્યો હોય….!બીજા ભાગની ખૂબ જ આતુરતા પૂર્વક રાહ.

હિસ્ટોરિક નોવેલ રસિકો માટે ઓસમ નજરાણુ.. મસ્ટ રીડ

તા.ક. – બુકના અંત સુધી તમે શીવગામીના પાત્રને વાંચતી વખતે રામ્યા ક્રિષ્ણનને જ જોશો એ ગેરંટી😜